
ટંકારા તાલુકાના લજાઈ જીઆઈડીસી મા સ્ટેટ મોનિટરીંગ સેલે છાપો મારી રૂપિયા ૧૧,૮૧,૪૧૪/- નો ૨૧૪૭ બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયા ના પડઘા પડ્યા હતા. મોરબી જીલ્લા પોલીસ વડા સ્થાનિક પોલીસ પર લાલઘુમ થયા બાદ બીટ જમાદાર ને જવાબદાર ગણી સોમવારે સાંજે સસ્પેન્ડ કરી દીધા હતા.
સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમી આધારે ગત ગુરૂવારે ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ ઔધોગિક ઝોન મા બંધ ગોડાઉન મા છાપો મારી ગોડાઉન મા સંઘરેલો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ૨૧૪૭ બોટલ દારૂ કિંમત રૂપિયા ૧૧,૮૧,૪૧૪/- ઝડપી પાડ્યો હતો. એસએમસીએ દરોડો પાડતા સ્થાનિક પોલીસ ની કામગીરી સામે આંગળી ચિંધાવી સ્વભાવિક છે. જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સ્થાનિક પોલીસ ની સુસ્ત કામગીરી થી નારાજ થઈ આગબબુલા થયા હોય એમ જયા દરોડો પડ્યો એ વિસ્તારના બીટ જમાદાર સાહિદ સિદીકી ને પ્રાથમિક તબક્કે જવાબદાર માની તાકિદના ધોરણે સોમવારે સાંજે જ સસ્પેન્ડ કરી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન રાજ્યનો શખ્સ અહીંયા ગોડાઉન ભાડે રાખી દારૂનો જથ્થો મંગાવી વેપલો કરતો હતો. જેનાથી smc સુધી માહિતી પહોંચે ત્યાં સુધી સ્થાનિક પોલીસ અજાણ રહે એ વાત પોલીસ વડા ને ગળે ઉતરી ન હોવાનુ એકશન જોતા વરતાઈ રહ્યુ છે. જોકે, પોલીસ વડા ના પગલા સામે ડી સ્ટાફ ને બચાવી લેવાયા ની ચર્ચા પણ ઉઠવા પામી છે.