મોરબીના નવા બસ સ્ટેન્ડ થી કન્યા છાત્રાલય રોડ પર સ્કૂલ અને કોલેજ જતી વિદ્યાર્થીની ત્યાંથી નીકળે ત્યારે આરોપી અશ્વીનભાઈ મુળજીભાઈ ચાવડા (ઉ.વ.૩૫) રહે. શક્ત શનાળા બાયપાસ ગોકુળનગર જોધાણીની વાડી મોરબીવાળો જાહેરમાં પોતાનું પેન્ટ કાઢી બિભત્સ ચેનચાળા કરતો હતો જે અંગે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીની અટકાયત કરી વિરુદ્ધ બી.એન.એસ.એક્ટ કલમ-૨૯૬ (A),જી.પી.એકટ કલમ.૧૧૦,૧૧૭ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.