મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પરસોત્તમ ચોકમાંથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૨૦ ના મુદ્દામાલ સાથે આરોપી વિશાલભાઈ રાજેશભાઈ બાનાણી (ઉ.વ.૩૦) રહે. પરસોત્તમ ચોક મોરબીવાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય એક શખ્સ ઝુબેરભાઈ ઉર્ફે બબુડો મહેબુબભાઈ માયક રહે. પંચાસર રોડ ભરતનગર મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.