હળવદના મયુરનગરની સીમમાંથી સાત લાખથી વધુનો દારૂ બીયરનો જથ્થો પકડાયો

Advertisement
Advertisement

મોરબી એલ.સી.બી. તથા પેરોલફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, ભાનુભાઇ ચંદુભાઇ ડાંગર રહે. મયુરનગર તા.હળવદવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી હળવદ તાલુકાના મયુરનગર ગામની પાદર વાળી સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂ / બીયરનો જથ્થો રાખેલ છે અને તેનુ વેચાણ કરે છે. તેવી ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા બાતમીવાળી જગ્યાએથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૯૩૮ તથા બીયર ટીન નંગ-૨૬૪ મળી કુલ કિ.રૂ. ૭, ૯૧, ૪૪૬/- નો મુદામાલ મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.