મોરબી વાંકાનેર હાઇવે પર રીક્ષા ચાલકે એક યુવકને માર મારતા ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement

મોરબીના વિપુલનગર સોસાયટીમાં રહેતા કૃણાલભાઈ મુકેશભાઈ પરમાર (ઉ.વ.૧૯) એ આરોપી રીક્ષા નંબર -જીજે-૩૬-યુ-૯૨૪૪ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની સી.એન.જી રીક્ષા GJ-36-U-7417 ચલાવી મોરબીથી વાકાનેર તરફ જતો હતો ત્યારે મોરબી-વાકાનેર હાઇ-વે રોડ પર ઓમકાર પેટ્રોલપંપ સામે રોડ પર પહોચતા ત્યા આરોપી સી.એન.જી રીક્ષા રજીસ્ટર નં- GJ-36-U-9244 ના ચાલકે પોતાની રીક્ષા અચાનક ઓવરટેક કરી નીકળતા તેને તુરતજ ઉભી રાખી અને ફરીયાદી પાસે આરોપી રીક્ષા ચાલક આવી ફરીયાદીને ફડાકો મારી ધોકા વડે મુંઢમાર મારી, મોબાઇલ તોડી નાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.