SMC ના ઉપરાછાપરી દરોડા થી પોલીસ ની ઉંઘ હરામ, રાજ્ય મા પોલીસ ઉપર મોનિટરીંગ કરવાનુ કામ કરનારી ફોર્સ ફુલ એક્શન મા કામગીરી કરતી હોય એવા ઉપસેલા ચિત્ર ઉપરથી ઉપર લેવલે પોલીસ ની છબી બગડી હોવી જોઈએ

મોરબી જીલ્લામા પોલીસ કામગીરી એસએમસીની રડાર મા હોય એમ છેલ્લા ત્રણેક મહીનાથી જુદા જુદા પંથકમા દરોડા પાડી રહી છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ટંકારામા ફરી વધુ એક વખત ટંકારાના લજાઈ ગામ નજીક આવેલ જીઆઈડીસી મા એક ગોડાઉન મા છાપો મારી ૧૮૦ પેટી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. જોકે, જાણવા મળ્યા પ્રમાણે પોલીસ ત્રાટકી એ વેળા એ દારૂનો ધંધો કરનાર બુટલેગર પોલીસ ના હાથ લાગ્યો ન હતો. એસએમસીના ઉપરાછાપરી દરોડા થી ટંકારા પોલીસ ની રહી સહી આબરૂ નુ ધોવાણ થઈ ગયુ હતુ.
એસએમસી ના મોરબી જીલ્લા મા ઉપરાછાપરી દરોડા પર થી સાબિત થઈ રહ્યુ છે કે, જીલ્લા ની પોલીસ નુ રીપોર્ટ કાર્ડ ઉપર લેવલે નબળુ પુરવાર થયુ હોવુ જોઈએ. છેલ્લા ઘણા સમયથી સ્ટેટ મોનિટરીંગ સેલ ની કામગીરી નુ ચિત્ર જોતા મોરબી જીલ્લા પોલીસ ની માયકાંગલી નિતી રીતી ફુલ એક્શન મા કામગીરી કરતી જોવા મળે છે. ત્રણેક મહિના પૂર્વે એસએમસી એ ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક Gidc માથી નકલી ઓઈલ નુ રેકેટ પકડી જે તે વખત ની સ્થાનિક પોલીસના લુગડા ઉતારી લીધા હતા. ત્યારબાદ ૪ થી જાન્યુઆરી એ સ્ટેટ મોનિટરીંગ સેલે ટંકારા મા પોલીસ થાણા થી માત્ર ૨૦૦ મીટર ના અંતરે એક રહેણાંક મકાન માંથી ગેરકાયદેસર હથિયાર પિસ્તોલ કારતુસ અને એરગન સહિત ઘાંચી કલ્લુ મકવાણા ને તેના ઘરે જ ગેરકાયદેસર હથિયાર સબબ દબોચી લીધો હતો. એના પડઘા હજુ શાંત થયા નથી. ત્યા ગુરૂવારે રાત્રે ફરી વધુ એક વખત રાજ્ય ની
પોલીસ ફોર્સ ગણાતા સ્ટેટ મોનિટરીંગ સેલે ટંકારા તાલુકાના લજાઈ ગામે હડમતીયા રોડ ઉપર આવેલ ઔધોગિક ઝોન મા આવેલા ગોડાઉન ઉપર છાપો મારી ગોડાઉન મા સંઘરેલો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ૧૮૦ પેટી દારૂ ઝડપી લીધો હતો . જોકે, દરોડા સમયે દારૂનો ધંધો કરનાર બુટલેગર પોલીસ ના હાથ લાગ્યો ન હતો. બનાવ અંગે સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયાનો સંપર્ક કરતા તેઓએ દરોડા અંગે પુષ્ટિ આપી હતી. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યા પ્રમાણે જીઆઈડીસી મા રાજસ્થાન રાજ્યના શખ્સે ગોડાઉન ભાડે રાખ્યુ હોવાનુ જાણવા મળે છે.