હનીટ્રેપ મામલે અગાઉ મહિલા તેના પતિ સહિત ચાર ઝડપાયા બાદ વધુ એક ઝડપાયો…
ટંકારાની પરીણીત મહિલાએ મિસ્ડકોલ મારફતે તાલુકાના હરીપર ગામના યુવકને દોસ્તી નુ પ્રપોઝ કર્યા બાદ વિશ્ર્વાસ સંપાદન કરાવી ટંકારા ઉપરાંત રાજકોટ અને આસપાસના વિસ્તારોમા અવારનવાર મળવા બોલાવી મુલાકાતો નો સિલસિલો ચાલુ કરી અંતે, પોત પ્રકાશી પ્રિપ્લાન મુજબ પાંચ શખ્સોએ ઓચિંતા કાર મા ધસી આવી યુવાનનુ અપહરણ કરી મારકુટ કરી ધમકાવી બળાત્કારના કેસમા ફીટ કરાવી દેવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના અંગે અગાઉ ટંકારા પોલીસે મહિલા તેના પતિ સહિત ચાર શખ્સોને પકડી પાડયા બાદ સમગ્ર પ્રકરણમા મહિલા ને યુવાનના મોબાઈલ નંબર આપી ફસાવવા ટીપ આપનારો મુખ્ય આરોપી પોલીસ ના હાથ લાગ્યો હતો જ્યારે હજુ મહિલા નો ભાઈ હાથ લાગ્યો ન હોય પોલીસ કમર કસી રહી છે.
રાજકોટ હાઈવે પર આવેલા ટંકારા તાલુકાના હરીપર ગામના અજીત મુળજીભાઈ ભાગીયા નામના પાટીદાર યુવાને ગત તા. ૧૯ મી એ ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી કે, તેના મોબાઈલ મા આવેલા અજાણ્યા મિસ્ડકોલ બાદ પોતે એ નંબર પર ફોન કરતા સામે છેડેથી મીઠા મધ જેવા કોમળ સ્વરે ટંકારા ના દેવુ ઉર્ફે પુજા સાથે દોસ્તીનુ પ્રપોઝ સ્વિકારી પોતે પ્રેમ ના વમળ માં ફસાયો હતો. ટંકારા ની પરીણીત મહિલાએ દોસ્તી બાદ શરૂઆતમા અવારનવાર મુલાકાતો કર્યા બાદ પ્રિપ્લાન ઘડી છતર ગામ પાસે મળવા બોલાવી પરીણીત મહિલાએ ખાનગી ગુફતેગુ (ઘુટરઘુ) કરવામા લીન કર્યા બાદ એ ટાંકણે જ સ્વિફ્ટ કાર નં.જીજે ૩૬ એજે ૯૧૭૨ નંબર ની કાર આવી અને તેમા આવેલા પાંચ શખ્સો એ યુવાન નુ અપહરણ કરી મારકુટ કરી ધમકાવી દુષ્કર્મ ના કેસમા ફીટ કરી દેવાની દમદાટી મારી પાંચ લાખ રોકડા ખંખેર્યા હતા. હનીટ્રેપ મામલે પોલીસે તાબડતોબ હરકત મા આવી ટંકારાના દેવુ ઉર્ફે પુજા ઉપરાંત તેના પતિ રમેશ કાળુભાઈ જાદવ, મોરબી તાલુકાના ખેવારીયા ગામ ના સંજય ભીખાલાલ ડારા, નાની વાવડી ના હાર્દિક કિશોરભાઈ મકવાણા ને દબોચી લઈ પાંચ લાખ રોકડા ઉપરાંત, સ્વિફ્ટ કાર સહિત ૮,૨૫,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી એક દિવસ મા રીમાન્ડ પર લીધા હતા. તપાસ દરમિયાન મહિલા ને યુવાનના મોબાઈલ નંબર આપી મુખ્ય ટીપ આપનારો નાસતો ફરતો સજનપર ગામ નો રણછોડ ભીખાભાઈ રબારી ને પોલીસે દબોચી લીધો હતો. જ્યારે દેવુ ઉર્ફે પુજાનો ખેવારીયા રહેતો ભાઈ ઋત્વિક દિનેશભાઈ રાઠોડ હજુ પોલીસ પકડ થી દુર હોય પોલીસે તેને હાથવગો કરવા કમર કસી છે.