ટંકારામા રામાનંદી સાધુ સમાજ દ્વારા ૭૨૫ મી રામાનંદ જયંતિ ઉજવાઈ.       

Advertisement
Advertisement
                               
ટંકારાના હાઈવે કાંઠે આવેલ ખાખી મંદિરે હનુમાનજી ના સાનિધ્ય મા સાધુ સમાજ દ્વારા ગુરૂ રામાનંદાચાર્ય ની ૭૨૫ મી જન્મજયંતિ ની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી. આ તકે, રામાનંદી સાધુ સમાજ દ્વારા ગુરૂ પુજન, તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
ટંકારા હાઈવેના કાંઠે આવેલા રામદેવપીર મંદિરે દેશભરમા ગામોગામ ભગવાન રામ નુ પુજન ની શરૂઆત કરાવનારા હિન્દુ ધર્મ ના ઉધ્ધારક જગતગુરૂ ૧૦૦૮ રામાનંદાચાર્ય ની ૭૨૫ મી જન્મજયંતિ ખાખી મંદિરના પટાંગણમા હનુમાનજી ના સાનિધ્ય મા ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા ઉજવવામા આવી હતી. આ વેળાએ ધાર્મિક કાર્યક્રમના પ્રારંભે જય સીયારામ ના ગાન સાથે ગુરૂ પુજન,મહાઆરતી, ધર્મસભા સહિતના પ્રસંગોની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓને જ્ઞાતિના મોભી ઓ દ્વારા સન્માનિત કરાયા હતા. સમાજના જ્ઞાતિજનો ની ઉપસ્થિતિમાં મળેલી કારોબારીમા પ્રમુખ તરીકે રમણીકભાઈ રામાનુજ અને મંત્રી તરીકે નરેન્દ્રભાઈ કુબાવત ને યથાવત રાખવાનુ સર્વાનુમતે નક્કી કરી રીપીટ વરણી કરવામાં આવી હતી. જ્યારે, ઉપપ્રમુખ તરીકે સેવાદાસ નિમાવત ની વરણી કરવામા આવી હતી. ધર્મોત્સવ ના અંતે મહાપ્રસાદ યોજાયો હતો. ધાર્મિક પ્રસંગનો  ભોજન ખર્ચ સ્વ. વિશાલભાઈ એ. અગ્રાવત પરીવારે તથા દિનેશભાઈ અગ્રાવતે ઉઠાવ્યો હતો.
આ તકે, સંગઠન માળખુ મજબુત બનાવવા ઉપર ખાસ ભાર મુકાયો હતો.