લાલપર ગામે ગળેફાંસો ખાઈ લેતા યુવકનું મોત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા જયેશભાઇ આશારામભાઈ મોરી (ઉ.વ.૨૮) નામના યુવકે પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.