પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – હળવદ હાઇવે ઉપર તપોવન આશ્રમ સામે ગત તા.18ના રોજ જીજે -12 – બીટી – 8842 નંબરના ટ્રક કન્ટેનર ચાલકે પુરઝડપે પોતાનો ટ્રક ચલાવી જીજે – 36 – એચ – 2388 નંબરનું બાઈક લઈ પોતાના ઘેર જઈ રહેલા રાજેશભાઇ ચતુરભાઈ દલવાડી ઉ.33 નામના યુવાનને ઠોકર મારી હડફેટે લેતા રાજેશભાઇ ઉપર ટ્રકનો જોટો ફરી વળતા ઘટના સ્થળે જ રાજેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ ટ્રક ચાલક નાસી જતા ઘટના અંગે મૃતકના હળવદ રહેતા પિતા ચતુરભાઈ માવજીભાઈ દલવાડીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.