મોરબી: પ્રોહીબીશનના ગુન્હામાં એક વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી દેવેંદ્ર ઉર્ફે દેવો ખોડીદાસ સાધુ રહે. યશોદાનગર નાની ચિરઇ ભચાઉ કચ્છ વાળો હાલે મોરબી જિલ્લાના માળીયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલ પાસે હોવાની ચોકકસ બાતમી મળતા તપાસ કરતા બાતમીવાળી જગ્યાએથી આરોપીને હસ્તગત કરી એલ.સી.બી. કચેરી ખાતે લાવી B.N.S.S. કલમ- ૩૫(૨),(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.