મોરબીના વીસીપરા સ્મશાન પાસે ધોળેશ્વર રોડ ઉપર મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-AD-4360 નો ચાલક ફયાઝ ઉર્ફે ઇરફાન જુમાભાઈ સમા રહે. વીસીપરા મીલની ચાલી મોરબીવાળો પોતાના બાઈકનું સ્ટીયરીંગ પકડી ગોળગોળ ફેરવી સ્ટંન્ટ કરી લોકોની જીંદગી જોખમાય તે પ્રકારે સ્ટંન્ટ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોય જે બાબતે મોરબી સિટી બી ડીવીઝન પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી રોડ પર સ્ટંન્ટ કરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.