મોરબીમાં યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement

મોરબીના શનાળા રોડ પર આવેલ ગોકુળ મથુરા સોસાયટી ગીતાંજલી એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં -૪૦૨ માં રહેતા દેવ કુમાર ચેતનભાઈ સોરીયા (ઉ.વ.૨૧) એ આરોપી વિશાલ ઉર્ફે વિશલો વેલાભાઈ રબારી રહે. શનાળા ગામ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી વિરૂદ્ધ ફરીયાદીએ અગાઉ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદ પાછી ખેંચી લેવા માટે આરોપીએ ફરીયાદીને ફોન ઉપર જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.