*ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર રાજકોટ બસ બંધ કરાતા પંથકના લોકોમાં રોષની લાગણી*
.*ધારાસભ્યએ મૌખિક તેમજ ટેલીફોનીક અનેકવાર રજૂઆત કરવાછતાં નિભંર એસટી તંત્રનું પેટનું પાણીપણ હલતું નથી*
*હળવદને વિશ્ર્વ ગુરુ બનાવા શહેરમાં વિકાસની મોટી મોટી વાતો વચ્ચે સામાન્ય એવી એક બસ પણ ધારાસભ્ય ચાલુ ન કરાવી શકતા લોકોમાં રોષ*
*હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ની રજૂઆતને ધોળીને પી જતું એસટી તંત્ર*
હળવદ પંથકના છેવડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને બસ સુવિધા મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર રાજકોટ જતી બસ અમુક અધિકારીઓના પાપે બંધ કરી દેવામાં આવી છે અનેક વાર હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મૌખિક તેમજ ટેલીફોનિક રજૂઆત કરવા કરવા છતાં આજ દીન સુધી આ નિમ્ભર એસટી તંત્ર જાગતું નથી આ બસ બંધ થતા છેલ્લા ઘણા વર્ષોથી એકમાત્ર બસ ધાંગધ્રા વાયા વાકાનેર હળવદ ચાલતી હતી જે સવારે ધાંગધ્રા થી ૭.૦૦ ઉપડતી હતી અને આવકમાં રાજકોટ થી બપોરના ૧.૦૦ વાગે ઉપડતી જેના કારણે મુસાફરોને આવક જાવકમાં સરળતા પડતી હતી, પરંતુ એસટી વિભાગ દ્વારા અચાનક છેલ્લા ઘણા સમયથી બસ બંધ કરી દેતા છેવાડાના વિસ્તારોના લોકોને કાળઝાળ ગરમીમાં નોકરી ધંધો ધર સામાન ખરીદી માટે મુશ્કેલીનું સામનો કરવો પડે છે છેવાડાના વિસ્તારમાં ગામડામાં જતી એકમાત્ર ચાલુ બસ ને અચાનક બંધ કરી દેતા ગ્રામ્ય વિસ્તારના લોકો રખડી પડ્યા છે, ઠંડીમાં ના છૂટકે સટલ રિક્ષા સહિત પેસેન્જર ગાડીઓનો સહારો લેવો પડી રહ્યો છે જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? છેવાડા ના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકો માં રોષની લાગણી જોવા મળી રહી છે, ધાંગધ્રા હળવદ વાંકાનેર રાજકોટ મથકને જોડતી એકમાત્ર બસ બંધ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આ બાબતે હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ રાજકોટ એસટી તંત્રના ડીટીઓને હળવદ બસ સ્ટેન્ડ ઉદઘાટન વખતે રૂબરૂ રજૂઆત કરી બસ ચાલુ કરાવી હતી,
ત્યાર બાદ અચાનક બસ બંધ કરી દેવામાં આવતા અનેક વાર ટેલિફોનિક રજૂઆત કરવા છતાં આજદિન સુધી બસ ચાલુ ન કરતા લોકોમાં રોષની લાગણી જોવા મળે છે ,શું હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય એકમાત્ર બસ પણ ચાલુ નથી કરાવી શકતા એવી પણ શહેરીજનોમાં ચર્ચા ચાલી રહી છે, છેવાડાના વિસ્તારના લોકો બહુ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે જીવના જોખમે પ્રાઇવેટ વાહોનો સહારો લેવો પડે છે જો ધારાસભ્યમાં તાકાત હોય તો વર્ષોથી ચાલતી આ બસ ફરીથી ચાલુ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે..
મયુર રાવલ હળવદ