આવતીકાલે મેન્ટેનન્સના ભાગરૂપે પીજીવીસીએલ મોરબી શહેર એકના પેટા વિભાગના હેઠળ આવતા 11 kv ફીડરો રહેશે બંધ

Advertisement
Advertisement

તારીખ ૧૯-૦૧-૨૦૨૫ ના રવિવારના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ટેલીકોમ ફીડર સવારે ૦૯:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે*. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી.

જેમાં વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં.૧,૨,૩,ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાન ની આજુબાજુનો વિસ્તાર,ઓમ શાંતિ વિદ્યાલય ની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલ ની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ,મહેશ હોટલ ની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જની આજુબાજુનો વિસ્તાર,સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, જયદીપ પાઉભાજી આજુ બાજુનો વિસ્તાર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.