આવનાર બજેટ મોરબી જીલ્લા ના સિરામિક ઉદ્યોગ તેમજ ઘડિયાળ ઉદ્યોગ માટે પ્રોત્સાહક જોગવાઈ ઓ કરવા રજૂઆત કરતા કાંતિલાલ બાવરવા
રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવા એ જણાવ્યું છે કે, ફેબ્રુઅરી માસ માં કેન્દ્ર સરકાર નું તેમજ રાજ્ય સરકાર નું બજેટ આવશે
અમારી આપ સાહેબ ને નમ્ર વિનતી છે કે અમારા મોરબી જીલ્લા ની ઓળખ સમાન સિરામિક ઉદ્યોગ તેમજ ઘડિયાળ ઉદ્યોગ જે હાલમાં મંદી નો સામનો કરી રહેલ છે. તો તેને પ્રોત્સાહન મળે તે માટે અગામી બજેટ માં યોગ્ય જોગવાઈ ઓ કરવામાં આવે ને તે માટે આપ શ્રી દ્વારા કેન્દ્ર સરકાર માં પણ ભલામણ થાય અને રાજ્ય સરકાર ના બજેટ માં પણ યોગ્ય જોગવાઈ થાય તેવું કરવા અમારી નમ્ર વિનતી સાથે ની માંગણી છે.
ખાસ કરીને એક્ષ્પોર્ટ કરતા યુનિટો ને સ્પેશિયલ વધારાના બેનીફીટ આપવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે.
તો આ બાબતે યોગ્ય કરવા વિનતી.