મોરબીઃ લાલપર નજીક સ્કોર્પિયોમા આવેલ 3 શખ્શોએ ચાર ટ્રકમાંથી ડીઝલની લૂંટ ચલાવી.

Advertisement
Advertisement

મોરબી : સિરામિક નગરી મોરબીમા દરરોજ 1000થી વધુ ટ્રકની અવર જવર રહે છે ત્યારે લાંબા સમયથી હોટલમાં કે હાઇવે ઉપર પાર્ક કરેલા ટ્રકમાંથી ડીઝલ અને બેટરી ચોરીની અનેક ઘટનાઓ વચ્ચે હવે ટ્રક ચાલકોને લૂંટવા ડીઝલ લૂંટારું ગેંગ સક્રિય બની હોય તેવી એક ઘટનામાં સ્કોર્પિયોમાં આવેલ ત્રણ શખ્સોએ ચાર ટ્રકમાંથી છરીની અણીએ 750 લીટર ડીઝલની લૂંટ કરતા ચકચાર જાગી છે.