તમે આવ્યા એ અમને ગમ્યું અને તમારી કામગીરી અમને વધુ ગમી, તુરંત તમે એક્શન મોડમાં આવી ગયા નગર માં ફર્યા આવીને નગરમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓને મળ્યા વિરોધપક્ષના અગ્રણીઓને માંડ માંડ ચેમ્બર્સમાં આવા દીધા અમને ગમ્યું, સ્ટાફ સાથે રહીને ધારાસભ્યો સહિતના આગેવાનો ને સાથે રાખી ને વર્ષો થી ઉજ્જડ રહી ચૂકેલા સરદાર બાગનું ખાતમુહૂર્ત કર્યું અમને ગમ્યું, મીડિયા સાથે રહીને ફોટો સેશન પ્રજાની લોકચાહના મેળવીને લોકોના દિલ જીત્યા એ પણ અમને ગમ્યું, પણ કમિશનર સાહેબ ખાસ વાત કે આમરું શહેર પહેલે થી જીંદાદીલ શહેર છે, અમને કમાવવા સિવાય કંઈજ આવડતું નથી અમે છેલ્લા 30 વર્ષથી એકજ ધારાસભ્યને મત આપીને વીજય બનાવી વિધાનસભા મોકલી રહ્યા છીએ, બસ એકજ આશા એ અમારું મોરબી હંમેશા સ્વચ્છ ચોખ્ખું રહે, અને સીરામીક ઉદ્યોગ ધમધમતા રહે કારણકે લાખો લોકો અને આંતરરાજ્ય માંથી આવીને લોકો આ સીરામીક ઉદ્યોગના કારણે રોજીરોટી મેળવી રહ્યા છે… તમે આવ્યા અમને ગમ્યું, …બીજું સાહેબ અમે વિકાસની વાતો સાંભળી છે પણ દૂર દૂર સુધી ક્યાંય વિકાસ અમને જોવા મળ્યો નથી થોડા જ દિવસ પહેલા એક બનાવ બનેલ કે જેમા ન્યાયનો રખવાળો અને પોસ્ટમેન એક ભ્રસ્ટાચારમાં ઝડપાઇ ગયા હતા એ વાત દરેક મિડિયામિત્રએ નોંધ લિધેલી હતી? તો બીજા ની વાત જ શુ કરુ? …. ઘણા સમયથી મોરબી નગરપાલિકામાં આવાસ યોજના, નંદી ઘર અને બીજા વીગેરે કામોને લઇને મોરબી મહાનગરપાલિકા ને ભસ્ટ્રાચાર વિરૂધ્ધ અનેકોવાર ઘણી ફરીયાદો કરવામાં આવેલી છે , તેમ છતા મોરબી મહાનગરપાલિકા તરફથી વિરોધ્ધ પક્ષને કોઇ સંતુસ્ટ જવાબ મળેલ નથી… હવે તમે આવ્યા તો અમારી આશાઓ હવે તમારા પર છે આશા છે આશાઓ પર પાણી નહીં ફરે…આમ તો તમારી સાથે હંમેશા અમે રહેશું પણ તમે કોઈ રાજકીય નેતાઓ ના દબાણ વશમાં થઇ ને કામ નહીં કરો એ પણ અમને ખબર છે પણ તેમ છતાં મારુ શહેર રાજકીય ગંદકી થી ખદબદે છે માટે અમારી પ્રાર્થના કાયમ રહેશે તમે માત્ર વિકાસના કાર્ય માં કામમાં ધ્યાન આપશો બીજું સાહેબ ઘણું લખવું છે રૂબરૂ કહેવું છે પણ આજમાટે આટલું ઘણું …આગામી દિવસોમાં ખુલ્લો પત્ર બીજો શહેરીજનો તરફ થી મળશે એ પણ આપ તૈયારી માં રહેશો.