માળિયાના ત્રણ રસ્તા પાસેથી પોલીસે એક ઈસમને હાથ બનાવટી તમંચા સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા (મી.) ત્રણ રસ્તા પાસે અકબર ઇશાક નોતિયાર નામનો ઇસમ ગેરકાયદે હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી હતી જ્યાંથી આરોપી અકબર નોતિયાર (ઉ.વ.૪૨) રહે મોરબી વિસીપરા વાળાને હાથ બનાવટના તમંચા (હથિયાર) કીમત રૂ ૫૦૦૦ સાથે ઝડપી લઈને હથિયારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.