એસએમસીનો ૩ મહિનામા ટંકારા તાલુકામા બીજો દરોડો..
અગાઉ લજાઈ ગામ પાસેથી ડુપ્લીકેટ એન્જીન ઓઈલ નુ કારસ્તાન પકડ્યુ તું..

મોરબી જીલ્લામા પોલીસ કામગીરી એસએમસીની રડાર મા હોય એમ છેલ્લા બે’ક મહીનાથી જુદા જુદા પંથકમા દરોડા પાડી રહી છે. ત્યારે ટંકારામા ફરી એક વખત સ્ટેટ મોનિટરીંગ સેલે ટંકારાની ખીજડીયા ચોકડી પાસે પોલીસ મથક નજીક જ રહેણાંક મકાનમા ત્રાટકી ઘર માથી પિસ્તોલ, કાર્ટીસ, એરગન સહિતના ગેરકાયદેસર હથિયાર મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી અન્ય બે શખ્સો સામે ગુન્હો દાખલ કરાવી ટંકારા પોલીસ નુ નાક વાઢી હાથમા દઈ દીધુ હતુ.
મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલ હમણાં છેલ્લા ઘણા સમયથી મોરબી જીલ્લા ની પોલીસની નબળી કામગીરી ના રીપોર્ટ મળ્યા બાદ ફુલ એક્શન મા આવી હોય એવુ ચિત્ર જોતા મળે છે. ત્રણેક મહિના પૂર્વે એસએમસી એ ટંકારા તાલુકાના લજાઈ ગામેથી ડુપ્લીકેટ ઓઈલ નુ ગોડાઉન ઝડપી પાડી સ્થાનિક પોલીસના લુગડા ઉતારી લીધા હતા. ત્યારે શનિવારે ફરી સ્ટેટ મોનિટરીંગ સેલે ટંકારા મા ખીજડીયા ચોકડી નજીક પોલીસ થાણા થી ૫૦૦ -૭૦૦ મીટર દુર મફતિયાપરા વિસ્તારમા એક રહેણાંક મકાનમાં ત્રાટકી ઘર મા ગેરકાયદેસર હથિયાર પિસ્તોલ કારતુસ અને એરગન સહિતના મુદ્દામાલ પકડી પાડયો હતો. ગેરકાયદેસર હથિયાર સાથે ઘરધણી રજાક ઉર્ફે કલ્લુ હસનભાઈ મકવાણા નામના શખ્સ ને ઘરે થી અટક કરી તેની પ્રાથમિક પુછપરછ કરતા હથિયાર મુદ્દામાલ મામલે માળીયા ના અલ્તાફ નુ નામ ખુલ્યુ હોવાનુ જાણવા મળતા સ્ટેટ મોનિટરીંગ સેલે ટંકારા પોલીસ સ્ટેશનમા રજાક ઉર્ફે કલુ મકવાણા, માળીયા(મિયાણા) ના અલ્તાફ અને એક અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કરાવી ટંકારા પોલીસ નુ નાક વાઢી હાથમા દઈ દીધુ હતુ. ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર હથિયાર સાથે એસએમસી ના હાથે ઝડપાયેલો કલુ ને અગાઉ માર્ચ મહિનામા મોરબી એલસીબીએ પકડી પાડયો હતો.એ ઉપરાંત અગાઉ ચોરી, દારૂ નુ વેચાણ સહિત ના ગુન્હા નોંધાયા હોવાનુ જાણવા મળે છે.