મોરબીઃ બિનઅધિકૃત ચાઈનીઝ દોરી વેચાતો શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના વિશીપર વિસ્તારમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા એક ઈસમને ચાઇનીઝ દોરી ફિરકીના જથ્થા સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વીશીપરિ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વીશીપરા મદીના મસ્જીદની બાજુમાં રોડ ઉપર છુટક પતંગ દોરી ગોઠવી તેનું વેંચાણ કરતો ઇમરાનભાઇ રસુલભાઈ જેડા જ ઉ.વ.૨૪ રહે. વીસીપરા કુલીનગર-૧ મોરબી-૧ વાળાને
ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.