મોરબીમાં દુકાનમાં પોસ્ટ મેનની આધાર કાર્ડની કીટનો ઉપયોગ કરીને આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે અધિકૃત ના હોવા છતાં પણ દુકાનદારે આધાર કાર્ડનો ડેટા નો એક્સેસ લઇ ખોટા દસ્તાવેજો બનાવી તેમાં છેડછાડ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી બનાવટી બાયોમેટ્રિક આધારે આધાર કાર્ડ બનાવી લોકો સાથે છેતરપીંડી કરવામાં આવતી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે
મોરબીના કુબેરનગર – ૩ માં રહેતા પરાગ હરસુખલાલ વસંત એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિજયભાઈ સરડવા એ સુપર માર્કેટ ખાતે આવેલ પોતાની ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર નામની દુકાનમાં પોસ્ટમેન જયેશભાઈ ગોવિંદભાઈ સરડવા ની આઈ ડી નંબર ૭૦૦૩૫ વાળી કીટનો ઉપયોગ કરી પોતાને આધાર કાર્ડ બનાવવા કે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવા માટે અધિકૃત કરેલ ના હોય તેમ છતાં અન્ય આઈ ડી કીટનો આધાર કાર્ડનો ડેટા એક્સેસ લઇ ખોટા દસ્તાવેજો બનાવી તેમાં છેડછાડ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોઈપણ રીતે બનાવતી બાયોમેટ્રિક આધારે આધાર કાર્ડ બનાવી લોકો સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.