શહેરમાં દેહવ્યાપારે માજા મૂકી છે સ્પાની આડમાં બહારથી યુવતીઓ ને લઇ આવી મજબુરીનો ફાયદો ઉપાડનાર લોકોની હવે પોલીસ શાન ઠેકાણે લાવશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી છેલ્લા ઘણા દિવસથી સતત પોલીસ પેટ્રોલિંગ તેમજ ખાનગી રાહે બાતમીના આધારે સ્પા સંચાલકો ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે
મોરબી વાંકાનેર ને.હા. લાલપર આદ્યશક્તિ ચેમ્બર – 2 માં આવેલા સીગ્રેચર વેલનેસ સ્પા ના સંચાલક શારૂખભાઈ યુનુશભાઈ મુલતાની આ સ્થળે પોતાના ભોગવટાવાળા સ્પા માં પોતાના આર્થીક લાભ બહારથી આવેલ લલનાઓ (મહિલાઓ) નોકરીએ રાખી અને બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મસાજ ) ના ઓઠાતળે લલનાઓ સાથૅ શરીર સુખ માળવા બધીજ પ્રકારની સવલતો પૂરી પાડીને કુટણખાનું ચલાવે છે” તેવી હકીકત ની બાતમી મળતાજ , તે આધારે રેઇડ કરતા દેહવિક્રિયના ધધા સાથે જોડાયેલા સ્પાના સંચાલક વિરૂદ્ધ ઘી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્સન એક્ટની 1956 ની કલમ 3(1), 4,5(1)(એ), 5(1)(ડી),6(1)(બી) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે