મોરબીના વાવડી રોડ પર શ્રીજી સોસાયટીમાં રહેતી યુવતીને વોટ્સઅપ ચાલુ કરાવી આપવાની લાલચ આપી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવી ઓનલાઈન પેમેન્ટ દ્વારા ૨ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
મોરબીના વાવડી રોડ પર શ્રીજી સોસાયટીમાં રહેતા શિલ્પાબેન ચંદ્રકાંતભાઈ પોપટ એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, કે વોટ્સઅપ નંબર અને અલગ અલગ ખાતા નંબરના ધારકોએ તેમનું વોટ્સઅપ ચાલુ કરાવી આપવાની લાલચ આપી શિલ્પાબેનના મોબાઈલમાં એવલ ડેસ્ક નામની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવી મોબાઈલમાં ડેબીટ કાર્ડ અને ગુગલ સ્કેન દ્વારા બેંક ખાતામાંથી ૨ લાખ મળેવી લઈને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.