મોરબીના ગુંગણ ગામે રીક્ષાના ભાગ બાબતે વાત ચિત કરતા મહિલા સહીત બે શખ્સોએ યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે
મોરબીના ગુંગણ ગામે રહેતા અરવિંદભાઈ મનજીભાઈ કુરિયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અરવિંદભાઈ તથા આરોપી લાલજીભાઈ મનજીભાઈ કુરિયા તથા સાહેદ સંજયભાઈ મનજીભાઈ કુરિયા સગાભાઈ થતા હોય તેઓની સયુક્ત ભાગીદારમાં સી એન જી રીક્ષા હોય જે રીક્ષાના ભાગ બાબતે વાતચીત કરતા આરોપી લાલજીભાઈ મનજીભાઈ કુરિયા અને લીલાબેન મનજીભાઈ કુરિયને સારું નહિ લાગતા આરોપી લાલજીભાઈ એ લાકડાના ધોકા વડે અરવિંદને માર મારી ઈજા કરી તો અરવિંદભાઈ માતા લીલાબેને લાકડાના ધોકા વડે માર મારી ગંભીર ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.