હમીરપરના આધેડ ખેડુત ગોપાલભાઈ ચિકાણીને માળીયા ના દહીસરા ગામ ના ભગવાનજીભાઈ ખાંડેખા અને રાજકોટ ના રાહુલભાઈ સવસેટા એ મરવા મજબુર કર્યા હોવાની મૃતકની પત્ની ભાવનાબેને રાવ કરી…

ટંકારાના હમીરપર ગામના ખેડુત આધેડે દોરડે લટકી આત્મહત્યા કરી લેતા મૃતકના પત્ની એ પતિના મોત પાછળ વ્યાજખોરો ના ત્રાસથી પતિએ અંતિમ પગલુ ભરી લેતા વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા ભાવનાબેન ગોપાલભાઈ ચીકાણીએ ટંકારા પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેના પતિ ગોપાલભાઈ વેલજીભાઈ ચીકાણી ને માળીયા તાલુકાના દહીંસરા ગામના ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા એ બળજબરી પૂર્વક ખેતીની જમીનનુ રૂપિયા ૨૩,૨૩,૦૦૦ નુ સાટાખત કરાવી લીધુ હતુ. અને એ સાટાખત પેટે ૧૦ લાખ રૂપિયા ચેકથી આપી એનુ વ્યાજ ૦.૫ લાખ ચુકવ્યુ હોવા છતા જમીનનો દસ્તાવેજ કરી આપવા બળજબરી કરતા હતા. અને મારી નાંખવા સતત મોત નો ભય બતાવતા હતા. ઉપરાંત, રાજકોટ લાભદીપ સોસાયટીમા રહેતા રાહુલભાઈ બચુભાઈ સવસેટા નામના ઈસમ પાસેથી ફરીયાદી ના પતિએ ૨૦ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતા એની પ્રોમીસરી નોટ લખાવી લીધી હતી. પતિએ ૨૪ લાખ વ્યાજ સહીત ચુકતે કરી દીધા હતા. તેમ છતા તેઓ પણ હજુ ઉંચુ વ્યાજ વસુલવા સતત દબાણ કરી નાણા નહીં ચુકવે તો પતાવી દેવાની ધમકી આપી મોતનો ભય બતાવતા હોવાથી બંને વ્યાજખોરો ની મોતની ધમકી થી ડરી જઈ ને કંટાળી ને તેઓના પતિ ગોપાલભાઈ એ આત્મહત્યા કરી લીધી હતી. આમ, પોતાના પતિને મરવા મજબુર કરનારા બંને શખ્સો વિરૂધ્ધ ટંકારા પોલીસમા વિધીવત ફરીયાદ નોંધાવતા પોલીસે બીએનએસ એકટ ની કલમ ૧૦૮,૩૦૮,૩૫૧(૩) અને ગુજ.નાણા ધિરધાર કલમ ૪૦,૪૨ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે