
ટંકારા તાલુકાના વિરપર નજીક આવેલી નાલંદા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. જેમા ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા લોકગીત સ્પર્ધા મા અને પ્રાચીન રાસ સ્પર્ધા મા અવ્વલ નંબરે આવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ.
તાલુકા કક્ષાએ યોજાયેલા કલા મહાકુંભમા પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા ૨૧ થી ૫૯ વર્ષ ની વય જુથની લોકગીત સ્પર્ધા મા પ્રથમ નંબર મેળવી વિજેતા બન્યા હતા, જ્યારે ૬ થી ૧૪ વર્ષ ના વય જુથ ની કેટેગરીની પ્રાચીન રાસ સ્પર્ધામા હરબટીયાળી શાળા ની વિધાર્થીનીઓ પ્રથમ નંબરે વિનર બનતા શાળા પરીવાર અને ગ્રામજનો એ શુભેચ્છાઓ પાઠવી હતી.