કમોસમી વરસાદની સહાયથી વંચિત ખેડુતોને સહાય ચુકવવા કિશાન સંઘની માંગણી.

Advertisement
Advertisement
ગુજરાતમા ઓગસ્ટ ના પાછલા અઠવાડીયે પડેલા કમોસમી વરસાદ થી સર્જાયેલી અતિવૃષ્ટિ બાદ રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને સહાય પેકેજ જાહેર કરવામા આવ્યુ હતુ. તેમ છતા હજુ અનેક ખેડુતો સરકારી સહાયથી વંચિત રહ્યા હોય એ મુદ્દે મોરબી જીલ્લા કિશાન સંઘે કલેકટરને પત્ર પાઠવી ખેડુતો ના હિત મા યોગ્ય કરવા માંગણી કરી હતી.
ભારતીય કિશાન સંઘના મોરબી જીલ્લા પ્રમુખ બાબુલાલ સિણોજીયાએ કલેકટર ને પત્ર પાઠવી રજુઆત કરી હતી કે, રાજયના મોટાભાગના જીલ્લામા ઓગસ્ટ ના પાછલા અઠવાડીયે પડેલા કમોસમી વરસાદથી ખેડુતો ના મોં સુધી આવેલ કોળિયો ઝુટવાઈ જતા રાજ્ય સરકાર ના કૃષિ વિભાગ દ્વારા ખેડુતોને રોકડ સહાય ચુકવવામા આવી હતી. સહાય મેળવવા ખેડુતો ને ઓનલાઈન અરજી કરવાની હતી. પરંતુ મોરબી જીલ્લા ના અનેક ખેડુતો કાયમી ઠપ્પ રહેતા સર્વર થી હજુ સહાય થી વંચિત રહ્યા હોય એ ધ્યાને લઈ ત્રણ મહિના થી સહાય માટે ટળવળતા વંચિત ખેડુતોને તાત્કાલિક સહાય ચુકવવા માંગણી કરી હતી.