ટંકારા આઈસીડીએસ દ્વારા પોષણ ઉત્સવ -૨૪ ઉજવાયો, મિલેટ-THR ની વાનગી સ્પર્ધા યોજાઈ.

Advertisement
Advertisement
બાળકો, કિશોરીઓ સગર્ભા ધાત્રી માતા નુ પોષણ અને આરોગ્ય સ્તર સુધરે અને રોજીંદા આહારમા પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે માટે મીલેટ -THR ના પ્રચાર પ્રસાર અર્થે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ 2024 કાર્યક્રમ યોજાયો હતો.
પોષણ ઉત્સવ 2024 અંતર્ગત આઇસીડીએસ ટંકારાના લજાઈ સેજાના નસીતપર આંગણવાડી કેન્દ્ર પર મિલેટ / THR માંથી બનતી વાનગી સ્પર્ધા નુ આયોજન આઈસીડીએસ સીડીપીઓ તેજલ દેકાવાડીયાના વડપણ હેઠળ મુખ્ય સેવિકા લજાઈ કેન્દ્ર અને ઘટક સ્ટાફ, વર્કર, હેલ્પર દ્વારા કરવામાં આવેલ હતુ. જેમા, ઉપસ્થિત ૧૭૦ લાભાર્થીઓ માથી ૮૮ વાનગીઓ બનાવી પોષણ ઉત્સવ સ્પર્ધામા ભાગ લીધો હતો. આ તકે, ઉત્સવના સ્પર્ધકો માથી THR અને મિલેટ વાનગી માથી ૩-૩ સ્પર્ધકોની કામગીરી ઉત્કૃષ્ટ હોય જેમા, THR વાનગીમા પ્રથમ ભગવતીબેન દેસાઈ (સજનપર), દ્વિતિય ઝલકબેન દેત્રોજા, તૃતિય ક્રમે પ્રવિણાબેન અઘારા જ્યારે, મિલેટ વાનગી મા પુજાબેન ઘેટીયા (ઉમીયાનગર), દ્વિતિય મિતલબેન ભાગીયા (લખધીરગઢ), તૃતિય વિભાબેન કડીવાર (નસીતપર) વિજેતા રહ્યા હતા. વિજેતાઓને પ્રોત્સાહન પુરસ્કાર અપાયા હતા. પોષણ ઉત્સવ કાર્યકમમા મોરબી જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કોડીનાર, સરપંચ રમેશભાઈ કુંડારીયા, અગ્રણી નથુભાઈ કડીવાર, ઉપસરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા