મોરબી:ધમો ગાંડો ડાહ્યો થઈ ગયો!હવે બાઈક સ્ટંટ નહીં કરે

Advertisement
Advertisement

માળિયાના ખાખરેચી રોડ પર બાઈક સ્ટંટનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જે બનાવને પગલે પોલીસે તુરંત એક્શન લેતા આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લામાં જોખમી રીતે વાહન ચલાવનાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા ટીમો કાર્યરત હોય દરમીયાન માળિયા પંથકમાં બાઈક પર સ્ટંટ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી માળિયા પોલીસે વિડીયોને આધારે તપાસ ચલાવી હતી જેમાં બાઈક પર જોખમી સ્ટંટ કરતો આરોપી ધર્મેશ ઘનશ્યામ ધંધાણીયા (ઉ.વ.૧૯) રહે ખાખરેચી તા. માળિયા વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે