ટંકારા બાર એસોસિએશને ઈલેકશન નહીં સિલેકશન પ્રણાલી જાળવી ને પ્રમુખ-સેક્રેટરી સહિતના હોદ્દેદારો ની પસંદગી કરી..     

Advertisement
Advertisement
પ્રમુખપદે સંજય ભાગીયા, ઉપપ્રમુખ તરીકે રાહુલ ડાંગર અને સેક્રેટરી તરીકે અતુલ ત્રિવેદીની સર્વાનુમતે પસંદગી.
ટંકારા ન્યાયાલય ના પરીસરમા બાર એસોસિયેશન ના જુના હોદેદારોની મુદ્ત પૂર્ણ થતા નવા હોદ્દેદારો નિમવા વકીલ મંડળ ની બેઠક મળી હતી.જેમા, પ્રમુખ તરીકે જાણીતા એડવોકેટ સંજયભાઈ ભાગીયા, ઉપપ્રમુખ તરીકે રાહુલ ડાંગર અને સેક્રેટરી તરીકે અતુલ ત્રિવેદી ની વરણી કરવામા આવી હતી.
ટંકારા તાલુકા મથકે આવેલ ન્યાયાલય ના પરીસર મા ટંંકારા બાર ના સભ્યો હોય એવા તમામ વકિલો ની બેઠક બાર એસોસિયેશનના નવા હોદેદારો નક્કી કરવા માટે મળી હતી. અહીંયા દર વર્ષે ઈલેકશનને બદલે સિલેકશન થી મંડળ ના હોદેદારો નિમવાની  પ્રણાલી જાળવી રાખવા તાલુકાના તમામ વકિલોની ઉપસ્થિતિમા ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વાનુમતે ઈલેકશન ને બદલે સિલેકસન સાધી પ્રમુખ તરીકે  એડવોકેટ સંજયભાઈ ભાગીયા, ઉપપ્રમુખ તરીકે રાહુલ ડાંગર અને સેક્રેટરી તરીકે અતુલ ત્રિવેદી ની પસંદગી કરી વર્ષ ૨૦૨૪-૨૫ માટે સિલેકશન કરાયુ હતુ. બાર એસોસિએશન મા નોંધાયેલા તમામ વકીલોએ નવા સુકાની સિલેક્ટ કરવા બેઠક મળી હતી. જેમા, સંકલન અને સંગઠીત રહી પસંદગી કરવા ચર્ચા વિચારણા કરવામા આવી હતી.અને દર વખતની જેમ વાદ વિવાદ વગર ઈલેકશન ને બદલે સિલેકશન સિસ્ટમ પર જ પસંદગી કરવામા આવી હતી. ઉપરાંત, જોઈન્ટ સેક્રેટરી તરીકે મુકેશભાઈ બારૈયા અને કારોબારી સમિતિ મા મહિલા સભ્ય તરીકે શોભનાબેન ચૌહાણ ની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી. આ તકે, બાર ના હોદ્દેદારો પસંદ કરવાની પ્રક્રિયા મા પૂર્વ પ્રમુખ પરેશ ઉજરીયા, આર.જી. ભાગીયા, બદરૂદિન હાલા, હિરેન નિમાવત, અલ્પેશ દલસાણીયા, અરવિંદ છત્રોલા, બિપીન સોલંકી, રવિ લો, કલ્પેશ સેજપાલ, હિતેશ ભોરણીયા, જુગલ ગાંધી, ધવલ ગાંધી, દેવજી ચૌહાણ સહિતના સિનીયર જુનિયર એડવોકેટો ઉપસ્થિત રહી પ્રક્રિયા આટોપી હતી. ઉલ્લેખનીય છે કે, ટંકારા બાર ઍસોશિયેશને સમંતિ સાધી પૂર્વ ઉપપ્રમુખ અતુલ ત્રિવેદી ને આ વખતે સેક્રેટરી તરીકે નવી જવાબદારી સોંપી હતી.