ટંકારાનો યુવાન વગર ડિગ્રીએ નજીકના ગામડે દવાખાનુ ખોલી પ્રેક્ટીસ કરતો’તો.

ટંકારા ના બંગાવડી ગામે વગર ડીગ્રી એ જન આરોગ્ય સાથે ચેડા કરી એક ઉંટ વૈદ મેડીકલ પ્રેક્ટીસ કરતો હોવાની ટંકારા પોલીસને જાણ થતા પોલીસ કાફલો બોગસ ડોક્ટર ના ખાનગી દવાખાને તપાસ અર્થે ખાબકી હતી.અને મુન્નાભાઈ એમબીબીએસ ની અટક કરી હતી. ઉપરાંત, દવાખાના માથી રૂપિયા ૧,૩૬,૪૮૩/- ની એલોપેથીક દવા નો જથ્થો મળી આવતા દવા ઈન્જેકશન સહિત કબજે લઈ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.
મોરબી જીલ્લામા ઠેકઠેકાણે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરો એ ડેરા તંબુ તાણ્યા હોવાની વિગતો પોલીસ સુધી પહોંચતા જીલ્લા પોલીસવડા ની સુચનાથી ગુન્હાહિત પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા સુચના આપી આવા મુન્નાભાઈ ઓને ઝડપી લેવા ખાસ ડ્રાઈવ કરી કામગીરી કરવા સુચના આપતા પોલીસ ટીમો કાર્યરત થઈ હોય એ દરમિયાન ટંકારાના પોલીસ ઈન્સપેકટર એસ.કે.ચારેલ ને ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા બંગાવડી ગામે જયકીશન કાંતિભાઈ ભીમાણી નામનો બોગસ ડોક્ટર ગામડે ભાડે મકાન રાખી બેરોકટોક ડોક્ટરી પ્રેક્ટિસ કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસ ને હકિકત મળતા પોલીસ ઈન્સપેકટર ઉપરાંત, જયપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, તેજાભાઈ ગરચર, વિજયભાઈ ચાવડા સહિતનો પોલીસ કાફલો આરોગ્ય વિભાગના પ્રાથમિક હેલ્થ ઓફિસર કે.જે.કોરડીયા ને સાથે રાખી જન આરોગ્ય સાથે ચેડા કરતા ઉંટ વૈદ ના ખાનગી દવાખાને પહોંચી તપાસ હાથ ધરતા લોકો ના આરોગ્ય સાથે ચેડા કરનાર યુવાન પાસે કોઈ ડિગ્રી ન હોવાનુ ખુલતા પોલીસે ટંકારા ની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમા રહેતા જે.કે. ભિમાણી (ઉ.વ.૩૨) નામના મુન્નાભાઈ એમબીબીએસ ની મેડીકલ પ્રેક્ટિસનર એકટ ૩૦,૩૩ હેઠળ ગુન્હો નોંધી અટક કરી દવાખાના માથી રૂપિયા ૧,૩૬,૪૮૩/- ની દવા ઈન્જેકશન સહિત નો જથ્થો જપ્ત કરી અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.