લજાઈ મા પારકા ડખ્ખામા વચ્ચે પડતા ખેડુત વૃધ્ધ સહિત ત્રણ ને માર પડ્યો.

Advertisement
Advertisement
ડોક્ટર સાથે ઝગડો કરનાર ને રોકનારા વૃધ્ધ ને માર પડતો જોઈ પુત્ર બાપ ને બચાવવા આવતા તેને પણ ધોકા પડ્યા.
ટંકારાના લજાઈ ગામે રહેતા અને ગામડે જ કલિનિક ધરાવતા તબીબ સાથે સ્થાનિક શખ્સે દવાખાને ધસી આવી ડખ્ખો કરતા દવાખાને બેઠેલા વૃધ્ધ વચ્ચે પડતા વૃધ્ધ તેના પુત્ર સહિત ત્રણ ને વિના કારણે લમઢાર્યા હોવાની રાવ ભોગ બનનારે પોલીસમા નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના મોરબી હાઈવે પર આવેલા લજાઈ ગામે રહેતા અમૃતભાઈ વાલજીભાઈ કોટડીયા (ઉ.વ.૬૩) નામના વૃધ્ધે ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે ગામડે ગામડાના ડોક્ટર પ્રફુલ્લભાઈ કાનજીભાઈ પરમાર પાસે તેમના દવાખાને બેઠા હતા એ વખતે ગામડાનો દવાખાના સામે જ રહેતા સ્થાનિક  નરેશભાઈ જયંતીભાઈ કોટડીયા નામનો શખ્સ કલીનિક ના પાછળ આવેલા દરવાજે થી ઓચિંતા ધસી આવી ડોક્ટર ને તુ કેમ મોરબીમા મારી પાછળ આંટા ફેરા કરતો હતો તેમ કહી ડખ્ખો કર્યો હતો. આ વખતે પોતે ત્યા બેઠા હોવાથી ડોક્ટર સાથે ખોટી માથાકુટ અને ઝગડો ના કરવા સમજાવી ડખ્ખો ડામી દેવાના ઉદ્દેશ થી સમજાવવા વચ્ચે પડતા દવાખાને ધસી આવેલો શખ્સ ઉશ્કેરાયો હતો અને વૃધ્ધ સાથે ઝપાઝપી કરી નીચે પછાડી દેતા ભોગ બનેલ વૃધ્ધ નો દિકરો જયદીપ અને તેનો ભત્રીજો બાપ ને બચાવવા પહોંચતા હુમલો કરનારા નરેશે વૃધ્ધ ખેડુત તેના પુત્ર અને ભત્રીજા સહિત ત્રણેય ઉપર પાવડા ના ધોકા થી હુમલો કરી લમઢાર્યા હતા. તેમજ જતા જતા ડોક્ટર ની કાર મા ધોકા ફટકારી કારનો પાછળનો કાચ તોડી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બનાવની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.