ટંકારા: બંગાવડી ડેમ પાસે ડેમ સાઈટ ના બંધ ક્વાટર્સ માથી દારૂનો જથ્થો ઝડપાયો.

Advertisement
Advertisement

બંગાવડી ગામના શખ્સ પોતાના ગામ નજીક આવેલ ડેમ સાઈટ ના પાણી પુરવઠા વિભાગ ના બંધ પડેલા વખંભર હાલતના ક્વાટર્સ મા માલ સંઘરી છાને ખૂણે વેપલો કરી બંધાણીઓ ની તરસ છીપાવતો’તો… ત્યા પોલીસ ને શરાબ ની ગંધ આવી અને પોલ ઉઘડી ગઈ.

ટંકારા તાલુકાના બંગાવડી ગામ નજીક આવેલ બંગાવડી ડેમ પાસે પાણી પુરવઠા વિભાગ ના જુના પડતર સરકારી ક્વાટર્સ આવેલ છે. જે હાલ છેલ્લા ઘણા વખતથી પડતર અને વખંભર હાલતમા હોવાથી ગામડાના ઈસમ દ્વારા તેમા વિદેશી દારૂ નો જથ્થો સંઘરી છાને છપને દારૂ નો વેપલો કરી રહ્યા હોવાની બાતમી ટંકારા પોલીસને મળતા પોલીસે દરોડો પાડતા બંધ ક્વાટર્સ પડેલા ઈંગ્લીશ દારૂ ના કાર્ટુન મળી આવ્યા હતા. જેમા, ૪૬૫ બોટલનો જથ્થો મળી આવતા તેને કબજે લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, દરોડા દરમિયાન દારૂના ધંધા સાથે સંકળાયેલ ઈસમ પોલીસને હાથ લાગ્યો ન હોવાથી તેના સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી હતી.

 

ટંકારા પોલીસ ટીમ હાઈવે પર પેટ્રોલિંગમા હોય એ દરમિયાન પોલીસ ઈન્સપેકટર એસ.કે.ચારેલ ને સચોટ બાતમી મળી હતી કે, તાલુકાના જામનગર હાઈવે પર આવેલા બંગાવડી ગામે રહેતા રાજેન્દ્રસિંહ મયુરધ્વજ સિંહ જાડેજા ગામડે આવેલા બંગાવડી ડેમની બાજુમા આવેલ પાણી પુરવઠા તંત્ર હસ્તક ના પડતર અને વખંભર હાલત મા રહેલા જુના ક્વાર્ટરમા વિદેશી દારૂનો જથ્થો ઉતારી છાને છપને બંધાણીઓ ની પ્યાસ બુઝાવવામા આવે છે. પોલીસને બાતમી મળતા કાફલો બાતમી વાળા ઠેકાણે પહોંચી છાપો મારતા પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટરમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલા કાર્ટુન નજરે પડતા ખોલતા તેમાથી બોટલ નંગ ૪૬૫ કીમત રૂ ૨,૬૦,૮૬૫ નો જથ્થો સંઘરેલો હોવાનુ માલુમ પડતા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પોલીસ રેડ દરમિયાન દારૂનો વેપલો કરનાર શખ્સ હાજર ન હોવાથી હાથ આવેલ ન હોવાથી તેના સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી હતી.