ઇલેક્ટ્રિક પાવર ચોરી અંગેનો કેસ ચાલી જતા મોરબીના પ્રીન્સી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ (સ્પેશ્યલ ઈલેક્ટ્રીસીટી) કોર્ટમાંથી આરોપી રાજુભાઈ હંસરાજભાઈ પટેલનો નિર્દોષ છુટકારો થયો છેફ
રિયાદ પક્ષના કેસની વિગતો જોઈએ તો આરોપીએ પોતાના કબ્જા વાળી ખેતીવાડીના પિયત માટે વાયર વડે ગેરકાયદે સીધું વીજજોડાણ મેળવી વીજ વપરાશ કરતા હોય અને આરોપીની વાડીમાં તા. ૧૮-૧૦-૨૦૧૩ ના રોજ પીજીવીસીએલ ટીમે વીજ ચેકિંગ કરતા ગેરકાયદે વીજ વપરાશ કરી વીજ ચોરી કરતા પકડાયા હોવાની ફરિયાદ નોંધાવી હતી અને તા. ૨૦-૦૭-૨૦૧૨ ના રોજ પણ વીજ ચોરી કરતા પકડાયા હતા આમ બે વખત વીજ ચોરી કરતા પકડાયા બાદ કાયદેસર તપાસ થવા ફરિયાદ નોંધાવી હતી
જે કેસ મોરબીના પ્રીન્સી. સેસન્સ જજ મહીડા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર પક્ષે ફરિયાદી ચૌધરી સાહેબ અને અન્ય કાર્યપાલક ઈજનેર જેઓ રેડમાં હાજર હતા તેમને તપાસ કરનાર અધિકારીઓને તપાસવામાં આવેલ આરોપી વતી જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા અને દલીલો કરી હતી