બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કેળવી મૂળ જુના દેવળીયા અને હાલમાં મોરબી કન્યા છાત્રાલય રોડ ઉપર રહેતા વૈભવ નિલેશભાઈ ભોરણીયાએ મિત્રતા કેળવી હતી. ફ્રેન્ડશીપ દરમિયાન આરોપી વૈભવે યુવતીનો વારંવાર દેહ પીંખી દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં આરોપીએ અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા આ બાબતની યુવતીને જાણ થઈ હતી.
બીજી તરફ ભોગ બનનાર યુવતીને પોતાના પ્રેમી યુવાને અન્યત્ર સગાઈ કરી લીધાની જાણ થતાં જ તેને યુવાને ફોન કરી સગાઈ બાબતે વાતચીત કરતા યુવાને પોતાની પ્રેમિકા યુવતીને અને તેના પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપવાની સાથે જાતિ પ્રત્યે અપમાનિત કરતા યુવતીએ એસિડ ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કરતા હાલમાં યુવતી સારવાર હેઠળ છે. આ ગંભીર બનાવમાં મોરબી તાલુકા પોલીસે એટ્રોસીટી અને દુષ્કર્મ ગુજારવા મામલે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.