ટંકારા મા પ્રેરણા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નુ આયોજન બીઆરસી દ્વારા કરાયુ હતુ.


ટંકારા મા શૈક્ષણિક ક્ષેત્રના ત્રિવેણી સંગમ સમા GCERT ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી – રાજકોટ,જીલ્લા શિક્ષણાઘિકારી કચેરી મોરબી તથા શાળા વિકાસ સંકુલ – બીઆરસી ભવન ટંકારા દ્વારા પ્રેરણા શૈક્ષણિક સંકુલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુ હતુ.
ટંકારામા લતીપર રોડ પર આવેલા પ્રેરણા શૈક્ષણિક સંકુલ ખાતે શૈક્ષણિક ક્ષેત્રના તંત્ર ના જવાબદાર તંત્ર જીલ્લા શિક્ષણ અને તાલિમ ભવન મોરબી – રાજકોટ, જીલા શિક્ષણતંત્ર અને સ્થાનિક શાળા વિકાસ સંકુલ- બીઆરસી ભવનના સંયુકત ત્રિવેણી સંકલન થકી પ્રાથમિક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ નો બાળવૈજ્ઞાનિક પ્રદર્શન નુ આયોજન કરાયુ હતુ. ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર યોજાયેલા પ્રદર્શન મા શાળાઓએ હોશભેર ભાગ લીધો હતો. પ્રદર્શન અને નિદર્શન કાર્યક્રમ જી.પં.ના શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર ના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી કે.એમ.મોતા, મોરબી જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય વિજયભાઈ સુરેલીયા, ડાયેટ કુ.દિપાલીબેન વડગામા, તાલીમ ભવન રાજકોટ ના પ્રાચાર્ય પ્રજ્ઞાબેન રાદડીયા, ભાવેશભાઈ જીવાણી વિગેરે ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્ય દુર્લભજી દેથરીયા ના હસ્તે દિપ પ્રાગટય કરાવી ખુલો મુકાયો હતો. પુષ્પગુચ્છ થકી મહાનુભાવોનુ સ્વાગત કરી પ્રદર્શન નો આરંભ કરાયો હતો. રજુ થયેલ ખોરાક-આરોગ્ય અને સફાઈ, પરીવહન અને સંચાર, પ્રાકૃતિક ખેતી, ગણનાત્મક ચિંતન, આપત્તિ વ્યવસ્થાપન અને કચરાનુ વ્યવસ્થાપન અને સંસોધન સહિતની કૃતિઓ અંગે બીઆરસી કો ઓર્ડીનેટર કલ્પેશ ફેફર દ્વારા વિગતવાર માહિતી આપવા મા આવી હતી.અંતિમ તબકામા ભાગ લેનાર શાળા તથા વિધાર્થીઓને પ્રમાણપત્ર તથા શિલ્ડથી સન્માનિત કરાયા હતા.