મોરબી: સિવિલમાં સેડો લાઈટ નાખો ! સામાજિક કાર્યકર્તા હવે થાક્યા

Advertisement
Advertisement

બેદરકાર સિવિલ આમતો વિવાદમાં રહેલી જ છે છાસવારે સિવિલના વિવાદ વર્તમાનપત્ર માં લેખ આવતા રહ્યા છે ત્યારે સેડો લાઈટ મુદ્દે સામાજિક કાર્યકર્તા મેદાનમાં ઉતર્યા છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ વગેરે દ્વારા મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં એકસીડન્ટના દર્દીઓ આવતા હોય ત્યારે ડોકટરોને ટાંકા લેવા માટે તકલીફ પડી રહી છે ત્યારે સેડો લાઈટ નાખવા મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે. તો અન્ય કોઇપણ કેસમાં ઇમરજન્સી વોર્ડમાં ડોકટરોને ટાંકા લેવા માટે બે-ત્રણ મોબાઇલ ટોર્ચ કરીને ટાકા લેવા પડે છે. તો તાત્કાલિક ધોરણે શેડો લાઇટની જરૂરિયાત હોય જે સેડો લાઈટ નખાવી આપવા સુપ્રીડન્ટને રજુઆત કરવામાં આવી છે. ઈમરજન્સી વોર્ડમાં ઓકિસજન પ્લાનની લાઈન પણ આવેલી છે. તેમજ ઓકિસજન લેવલ માટે ઓક્સિજનના બાટલા ઘણી વખત ખાલી હોય ત્યારે ત્યાંના સરવણ તથા નર્સિંગ સ્ટાફને પણ દોડધામ કરવી પડે છે તો ઈમર્જન્સી વોર્ડમાં બે બેડમાં ઓકિસજન પોઇન્ટ પણ આપવા તેવી સુપ્રીડેન્ટની માંગણી કરવામાં આવી છે. તેમજ મોરબી કલેકટર તથા મોરબી માળિયા વિધાસભાના ધારાસભ્ય, કાંતિલાલ અમૃતિયાને પણ રજુઆત કરવામાં આવશે. જે અરજીમાં થોડો રસ લઈને તાત્કાલીક ધોરણે અનેક ના જીવ બચાવવા માટે રજુઆત કરવામાં આવી છે.