મોરબી: લીમડાના ઝાડ નીચે જુગાર રમતા છ પતાપ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement

ટંકારા: ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામની સીમમાં ડેમી નદિ જવાના કાચાં માર્ગે ભુદરભાઈ પરસોત્તમભાઈની વાડી પાસે કાચા રસ્તે લીમડાના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામની સીમમાં ડેમી નદિ જવાના કાચાં માર્ગે ભુદરભાઈ પરસોત્તમભાઈની વાડી પાસે કાચા રસ્તે લીમડાના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો નારણભાઇ પ્રાગજીભાઇ ભાડજા ઉ.વ.૫૪ રહે. નેસડા(ખા) તા.ટંકારા જી.મોરબી, ઓધવજીભાઇ માધવજીભાઇ જીવાણી ઉ.વ.૬૪ રહે.ખાનપર તા. જી.મોરબી, પ્રવિણભારતી નારણભારતી ગોસ્વામી ઉ.વ.૭૦ રહે.રાજપર ગામ તા.જી.મોરબી, ઇબ્રાહીમભાઇ ગુલામભાઇ સંધી રહે.નસીતપર તા.ટંકારા, મુકેશભાઇ ધીરૂભાઇ કોળી રહે.નેસડા(ખા) તા.ટંકારા, શૌલેષભાઇ સવજીભાઇ ઘોડાસરા રહે.ખાનપર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૭૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.