મોરબી નગરપાલિકાના બાકી વેરા નહિ ભરનાર આસામીઓ સામે પાલિકા તંત્રએ લાલ આંખ કરી છે અને બાકી વેરો નહિ ભરનાર આસામીઓ એવા ડીફોલ્ટરની યાદી જાહેર કરી જાહેર નોટીસથી સુચના આપવામાં આવી રહી છે જેમાં વધુ ૨૧ ડીફોલ્ટરની યાદી પાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે
મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં બાકી વેરો નહિ ભરનાર આસામીઓની બે યાદી અગાઉ જાહેર થઇ ચુકી છે આજે નગરપાલિકાના ચીફ ઓફિસરે વધુ ૨૧ ડીફોલ્ટરોની યાદી જાહેર કરી છે જેમાં વિવિધ વેરા નહિ ભરનાર ૨૧ આસામીઓના ૩ લાખથી લઈને ૩.૭૫ લાખ સુધીના બાકી વેરા ભરવા માટે જાહેર નોટીસ પાઠવવામાં આવી છે તેમજ વેરો નહિ ભરનાર આસામીઓની મિલકત જપ્તી સુધી કાર્યવાહી કરાશે તેવા સંકેતો પણ પ્રાપ્ત થયા છે



