મોરબી: માથાભારે વિશાલ રબારી અને બુટલેગર જુબેર બન્ને પાસાના પાંજરે

Advertisement
Advertisement

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા બંને આરોપીઓના પાસા વોરંટ ઈશ્યુ થયા હતા જેને પગલે એ ડીવીઝન પોલીસ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા માથાભારે શખ્શ વિશાલ વેલજીભાઈ આલ (ઉ.વ.૨૪) રહે શકત શનાળા તા. મોરબીને સુરત જેલ તેમજ પ્રોહીબીશન બુટલેગર જુબેર બસ્સીર સમા (ઉ.વ.૨૫) રહે આજીડેમ ચોકડી પાસે રાજકોટ વાળાને વડોદરા જેલ ધકેલવામાં આવ્યા છે