ટંકારા હોમ ગાર્ડ કેડેટો દ્વારા હોમ ગાર્ડ ડે ઉજવાયો.

Advertisement
Advertisement

ટંકારા હોમ ગાર્ડ યુનિટ દ્વારા બાઈક રેલી યોજી લોકોને સુરક્ષા અંગે કાયદા ની સમજ આપી…

ટંકારામા હોમ ગાર્ડ જવાનો દ્વારા હોમ ગાર્ડ દિવસ અંતગર્ત શહેરમા બાઈક રેલી યોજ્યા બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી લોકોને તકેદારી રૂપે કાયદાનુ પાલન કરવા અંગે સમજ આપી હતી.
પોલીસ સાથે ખભેખભા મિલાવી માનદ વેતન થકી કાયદાનુ રખોપુ કરવાની જવાબદારી સંપૂર્ણ ખંતથી અને કુનેહ પૂર્વક નિભાવી રહેલા ટંકારા હોમ ગાર્ડ ટીમે યુનિટ ના સીનીયર અરૂણ પરમાર અને ગીરીશ પંડ્યા ની રાહબરી હેઠળ હોમ ગાર્ડ દિવસ ઉજવ્યો હતો. જેમા, શહેરના મુખ્ય માર્ગો પર હોમ ગાર્ડ કેડેટો એ બાઈક રેલી યોજી લોકોને સરકારે ઘડેલા કાયદા અને નિયમો હેઠળ વાહન ચલાવવા, ઘર મહોલ્લા મા શાંતિ બની રહે તે મુજબ કાયદાનુ પાલન કરવા અને જયા પણ કોઈ કાયદાની સુરક્ષા ની દષ્ટિએ દુષણ હોય તો પોલીસ મથકે જાણ કરવા સહિતની સમજ આપતા બેનરો ફરકાવી સમજ આપી હતી. આ તકે, વૃક્ષારોપણ પણ કરવામા આવ્યુ હતુ. અંતમા, હોમ ગાર્ડ કેડેટો પોલીસ ફોર્સ ના ડીસીપ્લીન રૂલ્સ ને ફોલો કરી પોલીસ ની જેમ હોમ ગાર્ડ કેડેટો પણ પ્રજા ના મિત્ર છે. એ સુત્ર ને વળગી પ્રજાજનો સાથે ઘર્ષણ નહીં સહકાર જાળવી સુમેળ વ્યવહાર ભર્યુ વર્તન કરવા સંકલ્પ કરાયો હતો. આ તકે,હોમ ગાર્ડ જવાન કમલેશભાઈ કારાવડીયાએ જણાવ્યુ હતુ.