ટંકારા તાલુકાના હિન્દુ સમાજના નેજા હેઠળ વિવિધ સંગઠનોએ તાકીદે પગલા લેવાની માંગણી ઉઠાવી મામલતદાર મારફતે સરકાર ને આવેદનપત્ર પાઠવી હસ્તક્ષેપ કરવા લાગણી વ્યક્ત કરી.

ટંકારા ખાતે તાલુકાના હિન્દુ સમાજના નેજા હેઠળ વિવિધ સંગઠનો દ્વારા હાલ બાંગ્લાદેશમા થઈ રહેલા અત્યાચારો સામે રાષ્ટ્ર ની સરકારે યોગ્ય નિર્ણય કરી આ મુદ્દે પગલા લેવાની માંગણી કરતુ આવેદનપત્ર મામલતદાર ને પાઠવ્યુ હતુ.

ટંકારા મામલતદાર ગોર ને પાઠવેલા આવેદનપત્રમા જણાવાયુ હતુ કે બાંગ્લાદેશમા આપણા સનાતન હિન્દુ સમાજના પરિવારો ઉપર કટ્ટરપંથીઓ દ્વારા જે અમાનુષી તથા અમાનવીય અત્યાચારો થઇ રહ્યા છે જેનાથી કંપારી છુટી જાય છે. ત્યારે ભારત સરકારના પ્રધાન સેવક પિડિતોના હક્કમા અને હિતમા પડખે ઉભા રહી વિદેશ નિતી અને સંયુક્ત રાષ્ટ્રને આ અંગે પ્રસ્તાવ મુકી ત્યાની સર્વોચ્ચ અદાલતમા હિન્દુ સમાજ અને પિડીતોને ન્યાય મળે તથા તાત્કાલિક અસરથી ખાના ખરાબી જાન માલની નુકસાની તથા નિર્ભય પણે જીવન વ્યતીત કરી શકે એવી કાર્યવાહી કરવા માંગણી કરી હતી. વધુમા, જણાવ્યા મુજબ બાંગ્લાદેશ મા હિન્દુ સમાજ ઉપર તથા અન્ય દેશોમા હિન્દુ સમાજના નાગરિકો સાથે અત્યાચારો બંધ થાય તથા સમગ્ર હિન્દુ સમાજની જાન માલની સુરક્ષા સુનિશ્ચિત થાય, બાંગ્લાદેશમા નિવાસ કરતા અલ્પસંખ્યક હિન્દુ સાથે સંપૂર્ણ ભારતીય હિન્દુ સમાજ આ દુઃખની ઘડીમાં સાથે છે અને પીડિત સમાજ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે. આવેદનમા રાષ્ટ્ર નવનિર્માણ સંઘ, પટેલ સમાજ એસોસિએશન, હિન્દુ અસ્મિતા મંચ, આર્ય સમાજ અને ગુર્જર સુતાર તથા લુહાર સુતાર જ્ઞાતિ મંડળ સહિતના સંગઠનના અગ્રણીઓ મોટી સંખ્યામા જોડાયા હતા.