ટંકારા પોલીસે કમ્ફર્ટ હોટલ ના જુગાર મા ૬૩ લાખ નો તોડ કર્યો તો…

Advertisement
Advertisement

ટંકારા પોલીસે દોઢ મહિના પહેલા પાડેલા જુગાર ના દરોડા મા અટક કરેલાઓને જામીન પર છોડવા ૫૧ લાખ લીધા ને રૂપિયા ૧૨ લાખ ની રોકડ પણ બહાર થી મંગાવી જુગારધામ માથી કબજે લીધાનુ ચોપડે બતાવ્યુ આમ, કુલ ૬૩ લાખ ના તોડ પ્રકરણે પો.ઈ. અને હેડ કોન્સ્ટેબલ ગત ૭ મી ડિસેમ્બરે સસ્પેન્ડ કરાયા હતા.

આજથી દોઢ મહિના પૂર્વે ટંકારા પોલીસે તાલુકાના વિરપર ગામ નજીક રાજકોટ હાઈવે પર આવેલ કમ્ફર્ટ હોટલમા ધમધમતા હાઈ પ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી ૬૩ લાખ થી વધુના મુદ્દામાલ સાથે નવ શખ્સો સામે જુગારધામ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે, જુગાર દરોડા બાદ સ્થાનિક પોલીસ દ્વારા ગેરરીતિ કરાઈ હોવાની કાનાફુસી થવા લાગી હતી. અને એ કાગારોળ નો અવાજ ઉચ્ચ પોલીસ અમલદારો સુધી પહોંચ્યા બાદ ડીઆઈજી એ તાકિદની અસરથી હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ની દ્વારકા અને પો.ઈ. ગોહિલ ને લીવ રીઝર્વ મા મુકી દઈ લીંબડી ડીવાયએસપી ને તપાસ સોંપી હતી. પરંતુ આ પ્રકરણ વધુ ગરમાયુ હોય સ્ટેટ મોનિટરીંગ સેલ ને તપાસ સુપ્રત થતા ગત શુક્રવારે Smc ના ઉચ્ચ અમલદારોનો કાફલો જુગારધામ જ્યા ઝડપાયુ એ ઠેકાણે પહોંચી તપાસ આદરી હતી બીજે દિવસે શનિવારે મોડીસાંજે પીઆઈ અને જમાદારને સસ્પેન્ડ કરી અનેક જીલ્લાના સીમાડા ઠેકાડી દીધા હતા. તપાસ મા રહેલા એસએમસી ના ડીવાયએસપી ના જણાવ્યા પ્રમાણે આ પ્રકરણે હાલ તપાસ અડધે પહોંચી છે. જેમા,રૂપિયા એકાવન લાખ જામીન ઉપર છોડવા અને જુગાર મા દર્શાવેલા રૂપિયા બાર લાખ મળી કુલ રૂપિયા ૬૩ લાખ નો મસમોટો તોડ કર્યા નુ અને તોડ કાંડ મા જેઓની સીધી સંડોવણી સામે આવી છે એ પો.ઈ. અને હેડ કોન્સ્ટેબલ ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે.અને આ કેસ મા હજુ તપાસ ચાલી રહી છે.

ગત ૨૯ મી ઓક્ટોબરે રાત્રે એક વાગ્યે ટંકારા પોલીસે રાજકોટ મોરબી હાઈવે પર આવેલા ટંકારાના વિરપર ગામ નજીક આવેલ કમ્ફર્ટ હોટલમાથી હાઈ પ્રોફાઈલ જુગારધામ પકડી પાડી નવ જુગારીઓ ને અટકમાં લઈ ૧૨ લાખ રોકડા સહિત ૬૩ લાખથી વધુ નો મુદ્દામાલ કબજે લીધો હતો. જોકે, જુગાર રેડ બાદ પોલીસ દ્વારા જુગાર દરોડામા પોલીસે ખિસ્સા ભર્યાની કાનાફુસી થવા લાગી હતી.અંતે પોલીસ તોડ કાંડ ની કાગારોળ ઉચ્ચ અમલદારો સુધી પહોંચતા રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા તાબડતોબ સ્થાનિક પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી ને દ્વારકા અને બાદ મા પોલીસ ઈન્સ્પેકટર વાય.કે.ગોહિલને લીવ રીઝર્વ મા બદલીને ગેરરીતિની તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપી હતી. પરંતુ આ પ્રકરણ મા ટંકારા પોલીસે મોટો તોડ કર્યા ની બુમ ગૃહ વિભાગ સુધી પહોંચતા સ્ટેટ મોનિટરીંગ સેલને તપાસ સુપ્રત થતા ગત શુક્રવારે એસએમસી ની ટીમના વડા નિર્લિપ્ત રોય ઉપરાંત ડીવાયએસપી કે.ટી.કામરીયા સહિતનો કાફલો જયા જુગારધામ ઝડપાયુ એ ટંકારા નજીક હાઈવે પર આવેલ કમ્ફર્ટ હોટલે પહોંચી તપાસ આરંભી બીજે દિવસે શનિવારે મોડી સાંજે ટંકારાના તત્કાલીન પોલીસ ઈન્સ્પેકટર વાય.કે.ગોહિલ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી ને સસ્પેન્ડ કરાયા હતા. જેમા, લીવ રીઝર્વ મા વાંકાનેર રહેલા પીઆઈ ગોહિલને સસ્પેન્શન બાદ અરવલ્લી જીલ્લામા અને દ્વારકા ખાતે બદલી કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી ને સસ્પેન્શન બાદ દાહોદ જીલ્લામા બદલી કરવામાં આવી હતી. જોકે, તપાસનીસ ડીવાયએસપી કે.ટી.કામરીયાના જણાવ્યા પ્રમાણે હાલ તપાસ અડધે તબક્કે પહોંચી છે. જેમા, જુગાર દરોડામા દર્શાવેલ રૂપિયા બાર લાખ બહારથી મંગાવી કબજે લેવાયા છે એ ઉપરાંત જામીન પર છોડવાના રૂપિયા ૫૧ લાખ મળી કુલ રૂપિયા ૬૩ લાખ નો તોડ કર્યા ની હકિકત સામે આવી છે. અને આ તોડ કાંડ મા પોલીસ ઈન્સપેકટર અને હેડ કોન્સ્ટેબલ ની સીધી સંડોવણી હોવાથી તેઓ બંને ને સસ્પેન્ડ કરાયા છે. હજુ તપાસ ચાલી રહી હોવાનુ કામરીયા એ જણાવ્યુ હતુ.