માળિયાના સરવડ ગામે રહેતા દેવ્શીબાહી લાલજીભાઈ સરડવા વિરુદ્ધ વ્યાજની ફરિયાદ નોંધાઈ હતી જેથી આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા કોર્ટે આગોતરા જામીન મંજુર કર્યા છે
માળિયા પોલીસ મથકમાં સરવડ ગામના દેવશીભાઈ લાલજીભાઈ સરડવા વિરુદ્ધ નાણા ધીરધારની કલમો તેમજ બળજબરીથી ચેક કઢાવી લેવાની ફરિયાદ સુધીરભાઈ વલ્લભભાઈ પાટડીયાએ નોંધાવી હતી જેથી દેવશીભાઈએ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ ડી પી મહીડા સાહેબની કોર્ટમાં આગોતરા જામીન પર મુક્ત થવા અરજી કરી હતી
જેમાં આરોપી તરફે મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) એ ધારદાર દલીલો અને સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી દેવશીભાઈને રૂ. ૨૫ હજારના શરતી આગોતરા જામીન પર મુક્ત થવા હુકમ કર્યો છેજે
કેસમાં આરોપી તરફે એડવોકેટ મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) અને મેનાઝ એ પરમાર રોકાયેલ હતા