ટંકારા ના નિવૃત્ત શિક્ષિકા દક્ષાબેન સોમાણી નો જન્મ દિવસ

Advertisement
Advertisement
ટંકારા પ્રાથમિક કન્યાશાળા મા  પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રાજકોટ જીલ્લા મા વય નિવૃત થયેલા દક્ષાબેન સોમાણી નો આજે ૭ ડિસેમ્બરે જન્મ દિવસ છે. ત્યારે તેઓએ પોતાની ફરજ “કર્મ એ જ ધર્મ ” ના સિધ્ધાંત ને બખૂબી નિભાવી ને પોતાની શાળા ની વિધાર્થીનીઓ ને એક શિક્ષક સાથે મા ની મમતા જેવી હુંફ અને લાગણી સ્નેહ આપ્યા હોવાનુ તેઓ પાસેથી કેળવણી લઈ ચુકેલી છાત્રાઓના પોતાના પ્રિય શિક્ષક ના નિબંધ ઉપરથી નિવૃત્તિ બાદ પ્રિય શિક્ષક મા દક્ષાબેન નુ નામ મોખરે જોઈ ફલિત થાય છે. વર્તમાન સમયે શિક્ષણ સાથે કેળવણી નુ મહત્વ ઘણુ જ મહાત્મ્ય ધરાવે છે. અને એ મહત્વ ને પ્રાધાન્ય આપી ગુરૂ તરીકે જ્ઞાન સાથે વિધાર્થીની ઓને દિકરી સમજી જીવન ઘડતર કરનારા જાજરમાન વ્યક્તિત્વ સમાન દક્ષાબેન સોમાણી ને તેમના પાસે અભ્યાસ કરી ચુકેલા વિધાર્થીઓએ અભિનંદન શુભેચ્છા નો ધોધ વહાવ્યો હતો. આજના દિવસે
મોરબી લાઈવ ટીમ શુભેચ્છા પાઠવે છે.