
ટંકારામા ડો. બાબાસાહેબ આંબેડકરના ૬૮ મા પરી નિર્વાણ દિન નિમિત્તે અનુસુચિત જાતિ સમાજ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિતોએ ભીમરાવ સાહેબના બંધારણ સહિતના સરાહનીય કાર્યો ને વાગોળી પુષ્પાંજલી અર્પણ કરી હતી.

ડો.ભીમરાવ આંબેડકરજી ના ૬૮ મા પરીનિર્વાણ દિવસ પ્રસંગે ટંકારાના આંબેડકર ભવન ખાતે આંબેડકર સાહેબની પ્રતિમા રૂપ ફોટા ને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ અનુસુચિત જાતિ સમાજ દ્વારા યોજાયેલ આ પ્રસંગે ઉપસ્થિત સાવડી ગામ ના ટંકારા તાલુકાના અગ્રણી નાગજીભાઈ ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, પ્રવિણભાઈ પંચાલ, મહેશભાઈ સારેસા, વિનુભાઈ પાટડીયા, પ્રવિણભાઈ પરમાર, વાલજીભાઈ સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને ડો. બાબાસાહેબ આંબેડકર સાહેબ ના કર્તવ્ય અને કાર્યો પર ચિંતન શિબિર યોજી મહામાનવ ના વિચારો ની ગોષ્ઠિ કરતા સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે આંબેડકરજીએ એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વ ચિંતક, અને અર્થશાસ્ત્રી તરીકે પોતાની તજજ્ઞતા દ્વારા બાબાસાહેબ ના બિરૂદ ને સાર્થક કર્યા નુ અને રાષ્ટ્ર ના બંધારણને ઘડયુ હોય તેઓ સમગ્ર રાષ્ટ્ર ના આદર્શ બન્યા હોવાની મહામાનવ ના જન્મ થી પરીનિર્વાણ સુધી ની જીવનયાત્રા દરમિયાન ની અનેક જાણીતી અને અજાણી વાતો વાગોળી શબ્દ પુષ્પથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી બંધારણના ઘડવૈયાના સરાહનીય કાર્યો ની પ્રસંશા કરવામા આવી હતી.