
આગામી કોર્પોરેશન અને પાલિકા ની ચુંટણી અંગેની રણનીતિ નક્કી કરવા બાબતે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી ની બેઠક મળી હતી. જેમા, સંગઠન મજબુત કરવા પર ભાર મુકાયો હતો. આ તકે, આપ ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ની સુચનાથી પ્રદેશ ના મોરબી ઝોન ના કાર્યકારી પ્રમુખ કૈલાસ કુમાર ગઢવી અને પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ સાથે ચર્ચા કરી આપ ના જીલ્લા પ્રમુખ મહાદેવ પટેલ દ્વારા ટંકારા શહેરના પ્રમુખ તરીકે પ્રકાશ દુબરીયા ની નિમણુંક કરવામા આવી હતી. ઉપરાંત, મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના સેક્રેટરી તરીકે અશોકભાઈ રૂપાલા અને દિલીપભાઈ ભોરણીયા ની નિમણુંક કરવામા આવી હતી. આ તકે, નવનિયુક્ત પ્રમુખ ને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા એ અભિનંદન શુભેચ્છા પાઠવ્યા હતા.