મોરબીના એડી. સેસન્સ કોર્ટ(સ્પેશયલ પોકસો કોર્ટ)માથી મોરબીના ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપી રવજીભાઈ ઉર્ફે લાલો લક્ષ્મણભાઈ ડાભીના ઓનો નિંદોષ છુટકારો.
આ કામની ફરીયાદીની ફરીયાદ એવી રીતે કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી રવજીભાઈએ લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની છે તેવુ જાણવા છતા ફરીયાદીની સગીરવયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ અવાર નવાર શરીર સંબંધ બાંધીને એવી મતલબની મોરબી તાલુકા પો. સ્ટેમાં ફરીયાદ કરેલ. આ હરિીયાદના કામે પોલીસે આરોપી રવજીભાઈ ઉર્ફે લાલો લક્ષ્મણભાઈ ડાભીની ધરપકડ કરવામાં આવેલ. આ કામના આરોપી વતી મોરબીના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ આર. અગેચાણીયા રોકાયેલ હતા.
આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગબનનારના માતા પિતા, તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરશ્રીઓ, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદી દવારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. આરોપી તદ્દન નીર્દોષ છે, જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ. કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ. જેથી શંકા સાબીતીનું કપારેય સ્થાન ન લઈ શકે ફરીયાદપણે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નિષ્ફળ રહેલ છે, જેથી આરોપીને સજા ન કરી શકાય.તમામ દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દવારા આ કામના આરોપી ને ભારતીય દંડ સંહીતાની કલમ, ૩૬૩,૩૬૬,૩૭૬ (૨) (જે) તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ- ૪ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.
આ કામમાં આરોપી તરફે મોરબી પ્રખ્યાત એડવોકેટથી દિલીપભાઈ અંગેચાણીયા, જીતેન, ડી અગેચાણીયા, જે. ડી. સોલંકી, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા,ઉષા બાબરીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.