ટંકારા નજીક હાઈવે કાંઠે ભંગાર ના ડેલા મા ઓચિંતા ભીષણ આગ ફાટી નિકળતા અફરાતફરી મચી.

Advertisement
Advertisement
ટંકારા નજીક હાઈવે કાંઠે ભંગાર નો ડેલો ખડકી દેનાર ઈસમ કોણ? અને આગ નુ કારણ અકબંધ
ટંકારા શહેર ની ભાગોળે આવેલા હાઈવે કાંઠે લતીપર ચોકડી પાસે આવેલ ભંગારના ડેલામા બુધવારે સવારે લગભગ ૧૧ વાગ્યા આસપાસ ઓચિંતા આગ ભભૂકી ઉઠતા ઘડીભર મા આગ ની જ્વાળા એ ભંગાર ના રદી સામાનને પોતાની લપેટ મા લઈ લીધી હતી. ઓચિંતા આગ લાગતા સતત વાહનોની અવરજવર અને રાહદારીઓની ચહલપહલ થી ધમધમતા હાઈવે પર ભય સાથે પગરવ થંભી ગયા હતા. અને લોકો આગ ઠારવા ના કામે વળગી જવા સાથે મોરબી ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર ની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે જાનહાની ટળી હતી. જોકે, આગ નુ કારણ જાણી શકાયુ નથી.
ટંકારા શહેરના વિકસિત બાહ્ય વિસ્તાર ગણાતા લતીપર ચોકડી નજીક ટંકારા – જામનગર ને જોડતા હાઈવે કાંઠે જ  આવેલા ભંગાર ના ડેલા મા બુધવારે સવારે લગભગ અગીયાર વાગ્યા આસપાસ ઓચિંતા આકસ્મિક રીતે આગ ફાટી નિકળતા ઘડીભરમા આગે વિકરાળ રૂપ ધારણ કરી ડેલા ને આગની લપેટમા લઈ લીધુ હતુ. બનાવ અંગે મોરબી ફાયર બ્રિગેડને બનાવની જાણ કરતા તાબડતોબ ટંકારા દોડી આવેલા ફાયર ફાઈટર ટીમે આગ ઉપર મેળવ્યો હતો. પરંતુ આગ કાબુમા આવે તે પૂર્વે ભંગાર નો રદી સામાન આગ ની લપેટ મા ચોપટ થઈ ગયો હતો. સદનસીબે જાનહાની ટળી હતી. પરંતુ આગની વિકરાળ જવાળા એ સતત ધમધમતા હાઈવે પર ઘડીભર પગરવ થંભાવી લોકો ને ચિંતિત કરી દીધા હતા. આગ નુ કારણ અને ભંગાર નો ડેલો હાઈવે કાંઠે ખડકી દેનારા ઈસમ અંગે કોઈ માહિતી મળી ન હતી.